#Sabarmati #Roadshow #Ahmedabad #NarendraModi #India #DonaldTrump #SandeshNewsTV #TopHeadlines #SuperFastNews અમેરિકાના પ્રેસીડન્ટ અને તેમના પત્ની મેલેનીયાની તથા ભારતના વડાપ્રધાન અમદાવાદ શહેરની મુલાકાતે આવવાના છે. જેના પગલે સુરક્ષા અને મહેમાનગતિમાં કોઈ કચાસ રહીના જાય તેને લઈને ઝીણવટ પૂર્વકની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જયારે બીજી તરફ અમેરિકાના પ્રેસીડન્ટની સુરક્ષા માટે ટોચની સૌથી અગ્રીમ સુરક્ષા એજન્સી યુ.એસ સિક્રેટ સર્વિસની ખાસ ટુકડી અમદાવાદમા આવવાની છે.
સાથે સાથે પાંચ દિવસ પૂર્વે પોલીસ તંત્રના અધિકારીઓને તૈનાત કરી દેવામાં આવશે. જેમાં ૨૫ આઈપીએસ અધિકારીઓ. ૫૦૦ પોલીસ અધિકારીઓ. ૫૦૦૦ સ્થાનિક પોલીસ,૧૦,૦૦૦ અમદાવાદ બહારની પોલીસ.૧૨૦ ડેપ્યુટી કલેકટર, ૨૦૦૦ જેટલી એસટી બસો, 300 એ.એમ.ટી.એસની બસો અને ૨૦૦ વોકી ટોકી અને હેન્ડ્સફરી મંગાવાશે.
આ સમગ્ર પ્રસંગને લઈને ગુજરત પોલીસ અને રાજ્ય સહીત કેન્દ્રના ઘણાખરા વિભાગો છેલ્લા પાંચેક દીવસથી ખડેપગે ઉભા રહીને તૈયારીઓ કરી રહ્યા છે. ટ્રમ્પ અને મોદીની તબીબી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
બન્ને નેતાઓના બ્લડ ગ્રુપની માહિતી સિવિલ હોસ્પિટલ મેળવી રખાઈ છે. ખાસ પ્રકારનું ઓપરેશન થીયેટર તૈયાર કરવામાં આવ્યુ છે. લાઈફ સપોર્ટ સીસ્ટમ સાથેની એક એમબ્યુલંસ સ્ટેન્ડ બાય પર રખાશે. બન્ને મહાનુભાવોના રોકાણ જ્યાં સુધી હશે ત્યાં સુધી સિવિલ હોસ્પિટલના તમામ વડાઓ ફરજ પર હાજર રહેશે.
Follow us on:
Website -
Facebook :
Twitter :
Sharechat :
Playstore :
Subscribe More News & Updates:
SandeshWeb :
SandeshTV :

0 Comments