1.કોરોના વાયરસની સ્થિતિ પર કેન્દ્ર સરકાર રાખી રહી છે નજર - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વુહાનથી ભારતીયોને બહાર કાઢનાર એર ઇન્ડિયાના ચાલકદળ અને આરોગ્ય મંત્રાલયની કરી પ્રશંસા - મંત્રી સમૂહની બીજી બેઠકમાં સ્થિતિની કરાઇ સમીક્ષા - કેન્દ્રિય આરોગ્યમંત્રીએ કહ્યું ભારતમાં દવાઓની કોઇ અછત નહીં. - ચીનમાં કોરોના વાયરસને કારણે 1300 થી વધુ લોકોના મોત 2.રાજકારણને અપરાધીકરણથી મુક્ત કરી પારદર્શક બનાવવા સુપ્રીમ કોર્ટનો રાજકીય પાર્ટીઓને મહત્વપૂર્ણ આદેશ. ચૂંટણીમાં ઉભા રહેનાર ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડ જાહેર કરવા કર્યો નિર્દેશ.
3.નશાખોરીના દૈત્યને ડામવા માટે કેન્દ્ર સરકાર કૃતનિશ્ચયી હોવાનો સંકલ્પ વ્યક્ત કરતાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ. નશાખોરી સામે મોદી સરકારે અપનાવી છે ઝીરો ટોલરન્સની નીતિ.
4.રાજકોટની રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા નાગરિકતા અધિકાર કાયદાના સમર્થનમાં યોજાયેલી વિશાળ ત્રિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી - મુખ્યમંત્રીએ કહ્યું નાગરિકતા કાયદાનો દુષ્પ્રચાર કરનાર લોકો દેશ શક્તિશાળી બને તેવું ઇચ્છતા નથી - ભારત દેશને મજબૂત અને શક્તિશાળી બનાવવા લોકોને સંકલ્પબદ્ધ થવા મુખ્યમંત્રીનું આહ્વાન
5. લોકરક્ષક દળમાં મહિલાઓની ભરતી બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન - કહ્યું કોઇ વર્ગને અન્યાય ન થાય તે રીતે સરકાર કરશે નિર્ણય. બિન અનામત વર્ગના પ્રતિનિધિઓની રજૂઆત સાંભળ્યા પછી સરકાર નિર્ણય લેશે.
6.કચ્છના રણોત્સવની ઢબે માંડવી દરિયાકિનારે બીચ ફેસ્ટિવલનો આરંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. દર વર્ષે રણોત્સવની સાથે જ માંડવીમાં યોજાશે આ બીચ ફેસ્ટિવલ. માંડવીના બીચને વિશ્વનું આકર્ષણ બનાવવા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી નેમ.
7.મોરબી જિલ્લામાં દીકરા-દીકરીના જન્મદરમાં આવ્યાં સારાં પરિણામ. બેટી બચાવો બેટી પઢાઓ સૂત્ર સાથે સરકારની ઝુંબેશથી લોકોમાં આવી જાગૃતતા - વર્ષ 2019માં 11,005 દીકરાની સામે 11,015 દીકરીઓનો જન્મ.

0 Comments